હાલમાં જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજનાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર નો ભાંડો ફૂટી રહ્યો છે અને ઘણા મોટા નેતાઓ સહિત અનેક ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ કેન્દ્ર સરકારની ગરીબોને રોજગાર રોજી મળી રહે અને સાથો સાથ ગામડાઓમાં વિકાસના કાર્યો થાય તેવા હેતુથી અમલમાં આવેલી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ થવા પામી છે
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગત વર્ષ 2021 થી વર્ષ 2024 દરમિયાન થયેલા મનરેગા યોજનાના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ની માહિતી સામે આવીછે વર્ષ 2021 થી વર્ષ 2024 દરમિયાન ખાંભા તાલુકામાં થયેલા મનરેગાના કામોમાં ખાંભા તાલુકા પંચાયતના મનરેગા વિભાગના જવાબદાર કર્મચારી, અધિકારી, સંબંધિત ગામના તલાટી તેમજ સરપંચ અને આ કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચારના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધનંજય કન્સ્ટ્રક્શન કંપની મુ. ખોરાસા ગીર જીલ્લો- જુનાગઢ વગેરે દ્વારા મેળાપ કરી ખોટા બિલો ઉધારી અને એક સરખી રકમના બીલો બનાવી, વાઉચરો મા રકમ સાથે ચેડા કરી ખૂબ જ મોટાપાયે રકમની ખાયકી કરવામાં આવી છે ખાંભા તાલુકાના મનરેગા યોજનામાં જે ગામમાં મજૂરીકામ દર્શાવવામાં આવ્યું છે તેની મજૂરોની હાજરીની મસ્ટર બુકમાં મજૂરોની ખોટી સહીઓ કરવામાં આવી છે અને મોટાભાગની સહિઓ એક જ વ્યક્તિના અક્ષરોથી કરવામાં આવી હોય તેવું જણાય છે તેમજ મજૂરી કામ માટે આખા ઘરના દરેક સભ્યના ખોટા નામ દર્શાવી તેમના નામે ખોટી મજૂરી ચૂકવી, અમુક રકમ જે તે ગેરહાજર સભ્યોને ચૂકવી બાકીની રકમના નાણાંની ખાયકી થઈ ગયેલ છે.
ખાંભા તાલુકાના કરોડો રૂપિયાના કૌભાંડના મૂળમાં આ યોજનાનું કામ રાખનાર ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીની ભૂમિકા સ્પષ્ટપણે છે આ ધનંજય કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સંબંધિત વિભાગ સાથે સાંઠગાંઠ કરી ઘણા ગામોમાં રોડ રસ્તાના કામોમાં એક સરખા માપ રાખી, એક સરખી રકમના ખોટા બીલો બનાવી, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે આ યોજનાના અમુક વર્ક ઓર્ડર માં તારીખો પણ લખવામાં આવેલ નથી, અને ઘણા વાઉચરોની રકમમાં ચેડા કરી રકમ વધારી દેવામાં આવેલ છે, આમ ખાંભા તાલુકામાં વર્ષ 2021 થી વર્ષ 2024 દરમિયાન થયેલા મનરેગા યોજનાના કામોમાં ચૂકવેલ નાણા ના 30% કામો પણ થયેલા નથી અને 70% થી વધુ રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને રોજગારી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે આવા સંબંધિત વિભાગના જવાબદાર ભ્રષ્ટાચારી કર્મચારી, અધિકારી ગ્રામ્ય વિસ્તારના જવાબદાર તલાટી મંત્રી, સરપંચ અને આ કામ રાખનાર ધનંજય કન્સ્ટ્રકશન કંપની દ્વારા કાવતરું રચી ગરીબોના મોઢા નો કોળિયો ઝુટવવા સમાન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ હોય આ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંબંધિત વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ હોય આગામી દિવસોમાં આ અંગે વિજિલન્સ તપાસ થવાની શક્યતા સાથે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થશે.
ખાંભા તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાના કૌભાંડ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારમાં ફરિયાદ





















Recent Comments