fbpx
રાષ્ટ્રીય

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન થયું

૮૯ વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈન્ડિયન નેશનલ લોકદળ (ૈંદ્ગન્ડ્ઢ)ના વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. ૮૯ વર્ષની વયે તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણામાં ઘણી વખત કમાન સંભાળી હતી. ઓમ પ્રકાશ ચૌટાલા ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર હતા. હરિયાણાની રાજનીતિમાં તેઓ એક અગ્રણી ચહેરો હતા. તેમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. તેમના પુત્રો અભય સિંહ ચૌટાલા અને અજય સિંહ ચૌટાલા પણ રાજકારણમાં સક્રિય છે. ઓમ પ્રકાશ ચૌટાલાના પૌત્ર દુષ્યંત ચૌટાલા હરિયાણાની અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા.

ચૌટાલા ૨ ડિસેમ્બર ૧૯૮૯ થી ૨૨ મે ૧૯૯૦ સુધી હરિયાણાના મુખ્યમંત્રી હતા. ૧૨ જુલાઈ ૧૯૯૦ થી ૧૭ જુલાઈ ૧૯૯૦ સુધી, ૨૨ માર્ચ ૧૯૯૧ થી ૬ એપ્રિલ ૧૯૯૧ સુધી અને ફરીથી ૨૪ જુલાઈ ૧૯૯૯ થી ૫ માર્ચ ૨૦૦૫ સુધી હરિયાણાની કમાન સંભાળી થઈ હતી જેલની સજા જૂન ૨૦૦૮માં, ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન હરિયાણામાં ૩,૨૦૬ જુનિયર બેઝિક શિક્ષકોની ગેરકાયદેસર ભરતી અંગે તેમની સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી જાન્યુઆરી ૨૦૧૩માં દિલ્હીની એક કોર્ટે તેમને અને તેમના પુત્ર અજય સિંહ ચૌટાલાને દસ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચૌટાલાની સજાને યથાવત રાખી હતી. ઓમપ્રકાશ ચૌટાલાને તેમની ૧૦ વર્ષની સજાના લગભગ સાડા ૯ વર્ષની સજા બાદ ૨ જુલાઈ, ૨૦૨૧ના રોજ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કોવિડ -૧૯ રોગચાળા વચ્ચે જેલમાં ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે કેદીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો. આ કારણે તેને પણ છોડી દેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts