અમરેલી

અમરેલી જિલ્લા નાં પૂર્વ કલેકટર શ્રી પ્રવીણભાઈ ગઢવી (IAS) નું આજરોજ વહેલી સવારે હાર્ટએટેકના કારણે ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયું છે…

અમરેલી જિલ્લા નાં પૂર્વ કલેકટર શ્રી પ્રવીણભાઈ ગઢવી (IAS) નું આજરોજ વહેલી સવારે હાર્ટએટેકના કારણે ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયું છે…

અમરેલી એકદમ સંવેદનશીલ કવિ અને દલિત સાહિત્ય અને દલિત સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ એવા ગઢવી  રાજવી કવિ કલાપીના પરમ ચાહક હતા.૨૦૦૩ માં અમરેલીના કલેક્ટર તરીકે તેઓએ પદભાર સંભાળ્યો અને એ વખતે મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ સ્વાંત સુખાય નામનો એક પ્રોજેક્ટ કર્યો જેમાં ગુજરાતના દરેક જિલ્લાના કલેકટર શ્રીઓને પોતાના જિલ્લામાં એક કામ સાવ નિસ્વાર્થ ભાવે કરવાનું આયોજન કરવાનું હતુ એ નિમિત્તે તેઓ લાઠી આવ્યા અને કલાપીના મહેલોની પરીસ્થિતિ જોઈને તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું તેમણે કલાપીને અંજલિ આપતી એક કવિતા પણ રચી અને રાજવી કવિ કલાપીની યાદમાં લાઠીમાં મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું લાઠીમાં શ્રી ઘનશ્યામસિંહજી રાણા અને શ્રી અંતુભાઈ ભાયાણી સાથે એક ટિમ તૈયાર કરી અને કલાપી તીર્થ સંગ્રહાલયના નિર્માણનું કામ શરૂ કર્યું લાઠીના ઉદ્યોગપતિ શેઠશ્રી મનજીભાઈ ધોળકિયા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી ઘનશ્યામભાઈ શંકર અને અનેક મહાનુભાવો તથા અમરેલી જિલ્લાના કલાપીના ચાહકોના અનુદાનથી લાઠીમાં કલાપી તીર્થ સંગ્રહાલયનું નિર્માણ કરાવ્યું અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 

તા: ૧૩-૦૬-૨૦૦૫ ના રોજ લોકાર્પણ કરાવીને લાઠી સહિત કલાપીના તમામ ચાહકોને યાદગાર ભેટ આપી છે.શ્રી પ્રવીણભાઈ ગઢવી ના આત્માને પરમાત્મા પરમ શાંતિ અર્પે એવી મંગલ કામના સાથે પ્રાર્થના ઓમ શાંતિ લાઠીની જનતા અને કલાપી તીર્થ સંગ્રહાલયના સૌ ટ્રસ્ટીઓ વતિ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ

Related Posts