fbpx
રાષ્ટ્રીય

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ફરી તબિયત બગડી, ન્યુરો સંબંધિત સમસ્યાઓ અંગે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી બગડી છે. તેમને રાત્રે ૯ વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે. લગભગ બે સપ્તાહથી તેમની તબિયત ખરાબ છે. બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાત્રે ૯ વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને ન્યુરો સંબંધિત સમસ્યાઓ છે. આ કારણોસર ન્યુરોલોજી નિષ્ણાત ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાની અપોલો હોસ્પિટલે માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૬ જૂને લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને યુરોલોજી સંબંધિત સમસ્યાઓ હતી. યુરિન ઈન્ફેક્શનને લગતી સમસ્યાને કારણે યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. અમલેશ સેઠના નેતૃત્વમાં તેની સારવાર ચાલી રહી હતી. લાલ કૃષ્ણ અડવાણીને ૩૦ માર્ચ ૨૦૨૪ના રોજ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અડવાણી ૧૯૪૨માં સ્વયંસેવક તરીકે ઇજીજીમાં જાેડાયા હતા. અડવાણીએ ૧૯૮૦માં પાર્ટીની સ્થાપના બાદ સૌથી લાંબા સમય સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. લગભગ ત્રણ દાયકા સુધી સંસદીય કારકિર્દીમાં લાલ કૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી (૧૯૯૯-૨૦૦૪) ની કેબિનેટમાં પહેલા ગૃહમંત્રી અને પછી નાયબ વડાપ્રધાન બન્યા હતા.

Follow Me:

Related Posts