બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાને પદભ્રષ્ટ કરવાને લઈને મોટા આરોપ લગાવવ્યા આવ્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/01/1-31-1140x620.jpg)
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાને પદભ્રષ્ટ કરવાને લઈને મોટા આરોપ લગાવવ્યા આવ્યા છે. હસીનાએ દાવો કર્યો કે, મને અને મારી નાની બહેન શેખ રેહાનાને મારવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ આવામી લીગ પાર્ટીના ફેસબુક પેજ પર શુક્રવાર મોટી રાત્રે પોસ્ટ કરવામાં આવેલા ઓડિયો ભાષણમાં તેઓએ આ વાત કહી છે. શેખ હસીનાએ કહ્યું કે, ‘રેહાના અને હું માંડ-માંડ બચ્યા હતાં. ફક્ત ૨૦-૨૫ મિનિટના અંતરથી અમારો જીવ બચી શક્યો છે.’ નોંધનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં જાેરદાર આંદોલન થયું હતું. મહિનાઓ સુધી ચાલેલું આ વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ બાંગ્લાદેશના તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન થયેલી હિંસામાં ૬૦૦ થી વધારે લોકોની મોત થઈ ગઈ હતી.
૭૬ વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી ગયા હતાં. નોબેલ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું ગઠન થયું. શેખ હસીનાએ ભૂતકાળના દિવસોને યાદ કરતાં કહ્યું કે, ‘મને અનેકવાર મારવાના કાવતરા ઘડવામાં આવ્યા હતાં. મને લાગે છે કે, ૨૧ ઓગસ્ટની હત્યાઓથી બચવું અથવા કોટલીપારામાં બોમ્બથી બચી જવું અને ૫ ઓગસ્ટ, ૨૦૨૪ ના દિવસે પણ જીવિત રહેવું. આ બધું જ અલ્લાહની મરજીથી થયું હતું. મારા ઉપર અલ્લાહનો હાથ રહ્યો હશે. નહીંતર, આ વખતે હું બચી ન શકત! તમે જાેયું હશે કે, કેવી રીતે તેઓએ મને મારવાનું કાવતરૂ ઘડ્યું હતું. પરંતુ, અલ્લાહની જ કૃપા છે કે, હું જીવિત છું. અલ્લાહ ઈચ્છે છે કે, હું કંઈક બીજું કરૂ. જાેકે, હું પીડિત છું. મારા દેશ વિના અને મારા ઘર વિના હું જીવી રહી છું.
બધું બળી ગયું છે.’ નોંધનીય છે કે, ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે બંગબંધુ એવન્યુ પર અવામી લીગ તરફથી આયોજિત આતંકવાદ વિરોધી રેલીમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં આવવાથી ૨૪ લોકોના મોત થઈ ગયાં અને ૫૦૦ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં. આ ધમાકો સાંજે ૫ઃ૨૨ વાગ્યે એવા સમયે થયો જ્યારે તત્કાલિન વિપક્ષ નેતા શેખ હસીના ટ્રકની પાછળથી ૨૦ હજાર લોકોની ભીડને સંબોધિત કરી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં હસીનાને ઘણી ઈજા પણ થઈ હતી. આ જ પ્રકારે, કોટલીપારા બોમ્બ ધમાકો પણ શેખ હસીનાને મારવાનું કાવતરૂ હતું. જેનો ઉલ્લેખ તેઓએ ઓડિયો મેસેજમાં કર્યો છે. ૨૧ જુલાઈ, ૨૦૦૦ ની વાત છે, જ્યારે ૭૬ કિલોગ્રામનો બોમ્બ મળી આવ્યો હતો. ત્યારબાદ ૪૦ કિલોગ્રામ બોમ્બ કોટલીપારાના શેખ લુત્ફોર રહેમાન આઇડિયલ કોલેજથી જપ્ત થયો હતો. અહીં આવામી લીગના અધ્યક્ષ અને તત્કાલિન વિપક્ષ નેતા શેખ હસીના ૨૨ જુલાઈ ૨૦૦૦ ના દિવસે રેલીને સંબોધિત કરવાના હતા.
Recent Comments