fbpx
રાષ્ટ્રીય

ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્‌ઝે કોંગ્રેસ યુએસ સંસદમાં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો

રિપબ્લિકન પાર્ટી ૨૨૦ બેઠકો સાથે યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીમાં છે. જાે કે, જ્યારે શુક્રવારે સ્પીકર પદ માટે મતદાન શરૂ થયું ત્યારે રિપબ્લિકનની બહુમતી ઘટીને ૨૧૯ થઈ ગઈ હતી, કારણ કે ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્‌ઝે કોંગ્રેસ (યુએસ સંસદ)માં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો હતો. સ્પીકર ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કોઈપણ ઉમેદવારને ૨૧૮ મત મળવા જરૂરી હતા. પરંતુ ૩ રિપબ્લિકન સાંસદો થોમસ મેસી, રાલ્ફ નોર્મન અને કીથ સેલ્ફે જાેન્સનની જગ્યાએ અન્ય ઉમેદવારોને મત આપવાની જાહેરાત કરી હતી. કેન્ટકીના સાંસદ થોમસ મેસીએ તો ત્યાં સુધી કહ્યું કે તમે મારા બધા નખ ખેંચી શકો છો. તમે મારી આંગળીઓ કાપવાનું શરૂ કરી શકો છો. પરંતુ હું માઈક જાેન્સનને મત આપી રહ્યો નથી. માઇક જાેન્સને ડિસેમ્બરમાં સરકારી શટડાઉનને રોકવા માટે અસ્થાયી ભંડોળ બિલ રજૂ કર્યું હતું. શરૂઆતમાં આ બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોનું સમર્થન હતું. પરંતુ બાદમાં ટ્રમ્પે માંગ કરી હતી કે ૨૦ જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા આ બિલમાં અમેરિકાની લોન લેવાની લિમિટને હટાવી દેવામાં આવે અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે.

જાે કે, ટ્રમ્પની માંગ પૂરી કર્યા વિના આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ અંગે રિપબ્લિકન પાર્ટીના સાંસદોમાં જાેન્સન પ્રત્યે નારાજગી જાેવા મળી હતી. થોમસ મેસીએ કહ્યું કે જાેન્સન સ્પીકર પદ માટે લાયક નથી. પાર્ટીને એવા સ્પીકરની જરૂર છે જે મીડિયાને સારી રીતે મેનેજ કરી શકે અને પાર્ટીના મુદ્દાઓને લોકો સમક્ષ વધુ સારી રીતે રજૂ કરી શકે. માઈક જાેન્સન બાદમાં રાલ્ફ નોર્મન અને કીથ સેલ્ફને મળ્યા અને તેમને તેમના માટે મત આપવા માટે સમજાવ્યા. આખરે ૪૫ મિનિટની લોબિંગ બાદ બંને સાંસદોએ જાેન્સનની તરફેણમાં મતદાન કર્યું હતું. આ રીતે માઈક જાેન્સન ખૂબ જ ઓછા માર્જિનથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. આ રાજકીય ખેંચતાણ વચ્ચે જાેન્સને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત ફોન પર વાત પણ કરી હતી. અમેરિકામાં, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરનું પદ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, જે કોંગ્રેસના નીચલા ગૃહને કન્ટ્રોલ કરે છે. આ ઉપરાંત, અગ્રતાના ક્રમમાં તે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પછી ત્રીજા સ્થાને છે. મતદાન કર્યા પછી, જાેન્સને વચન આપ્યું હતું કે તે ટ્રમ્પ દ્વારા ૨૦૧૭માં શરૂ કરાયેલ ટેક્સ ઘટાડવાની પ્રક્રિયા ચાલુ રાખશે. આ સાથે તેણે ઘણા નિયમોને પાછા ખેંચવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે અમે સરકારના કદ અને કાર્યક્ષેત્રમાં પણ ધરખમ ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. જાેન્સને કહ્યું કે આપણે અમેરિકાના અમેરિકાના ઘણા મોટા પડકારોનો ઉકેલ શોધવાનો છે, જેમાં ૩૬ ટ્રિલિયન ડોલરનું દેવાનો ઉકેલ લાવવાનું પણ સામેલ છે.

Follow Me:

Related Posts