અમરેલી

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નો સ્થાપના દિવસ ઉજવાયો

દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ માં આજ રોજ તારીખ.05/12/25 ના રોજ શાળા સ્થાપના દિવસ ની અનેરા ઉત્સાહ અને ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવેલ હતી. શાળા પરિવાર ના ભૂતપુર્વ વિધાર્થી ભાઈઓ અને બહેનો આ પ્રસંગે સૂચક હાજરી આપેલ હતી. શાળા ના તમામ પ્રવર્તમાન શિક્ષક ગણ સહિત આ કાર્યક્રમ ને સફળ બનાવવા અશ્વિન ભાઈ લાઠીગરા અશ્વિન ભાઈ, જયેશભાઈ, કૌશિક ભાઈ, અલીભાઈ માંકડા, લતાબેન, મનીષ ભાઈ મોટાની અને તેમની ટીમ ના મિત્રો એ ભૂતકાલીન યાદો અને શાળા પરિવાર પ્રત્યે ની ઉદ્દાત ભાવનાઓ અભિવ્યક્ત કરેલ. શાળા ના કર્મચારી મનોજભાઈ રાજ્યગુરુ એ સમગ્ર કાર્યક્રમ ના પ્રવક્તા તરીકે ઉત્તમ સંચાલન કર્યું હતું. શાળા ના ઇન્ચાર્જ આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળા ના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો એ આ પ્રસંગ માં હાજર રહ્યા હતા અને તમામ વિધાર્થી ભાઈઓ અને બહેનો ને પ્રોત્સાહિત કર્યા હતા..

Related Posts