ભાવનગર

ભાવનગરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ₹ ૧૦૨.૫૫ કરોડના ૯૧૮ વિકાસ કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરાયું

વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના ₹
૧૦૨.૫૫ કરોડના કુલ- ૯૧૮ જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ મોતીબાગ, ટાઉનહોલ
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. તેમજ શહેરી વિકાસ
અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યકમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર
નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવા તત્પર છે. આજરોજ થયેલ વિવિધ ખાતમુહૂર્ત – લોકાર્પણ થી શહેરીજનોની
સુવિધામાં વધારો થશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે
પદભાર સંભાળતા જ રાજ્યમાં અનેક સપનાઓને સાકાર કરવા માટે અવિરત વિકાસયાત્રાની શરૂઆત કરાવી હતી.
આ વણથંભી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ અવિરતપણે આગળ વધી રહી છે
અને તમામ ક્ષેત્રે માળખાકીય સુધારાઓ સાથે વિકાસની ગતિને વેગ મળ્યો છે અને છેલ્લા અઢી દાયકામાં ગુજરાત
રાજ્ય તથા ૧૧ વર્ષમાં દેશની કાયાપલટ થઈ છે. આયુષ્માન કાર્ડની યોજના થકી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો
મળ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના ₹ ૫૨.૭૧ કરોડના ૩૮ કામો, પંચાયત, ગ્રામવિકાસ
અને ગૃહ વિકાસ આંતરમાળખાકીય સુવિધાના ₹ ૧૫.૧૭ કરોડના ૪૧૩ કામો, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)
ના ₹ ૧૩.૮૫ કરોડના ૪૨૯ કામો, શાળાના વર્ગખંડોના શિક્ષણ વિભાગના ₹ ૧૧.૩૩ કરોડના ૧૭ કામો, શહેરી વિકાસ
અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નગરપાલિકાના ₹ ૭.૧૭ કરોડના ૭ કામો, સિંચાઇ વિભાગ (પંચાયત) ₹ ૦૦.૮૩
કરોડના ૨ કામો, માર્ગ અને મકાન (પંચાયત) ₹ ૧.૦૩ કરોડના ૭ કામો, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના ₹
૦૦.૨૩ કરોડના ૧ કામો, ઉદ્યોગ અને ખાણ વિભાગ (ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ) ના ₹ ૦૦.૨૦ કરોડના ૪ કામોનું
ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે તેમજ પ્રાસંગિક પ્રવચન સ્ટેન્ડિંગ
ચેરમેન શ્રી રાજૂભાઈ રાબડીયાએ કર્યું હતુ.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પી. એમ. સ્વનિધિના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ
ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ૮૦ ઈ.ડબલ્યુ.એસ.-૧ ના પાંચ લાભાર્થીઓને પ્રતિકરૂપે ચાવી અને કળશ
આપવામાં આવ્યા હતા. જવાહર મેદાન ખાતે યોજાયેલ સ્વદેશી મેળામાં અલગ અલગ સ્પર્ધાઓના વિજેતાઓને મેડલ
તેમજ સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ, જનસેવા અને
સુશાસનના સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાની ઝલક ટૂંકી ફિલ્મ સ્વરૂપે વિકાસ રથની એલ.ઈ.ડી. સ્ક્રીન પર નિહાળી
હતી.
આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેદ્રભાઈ પટેલની ગરિમામય
ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને મહાનુભાવો અને નાગરિકોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, ડેપ્યુટી મેયર શ્રી
મોનાબેન પારેખ, ભાવનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી ડૉ. એન. કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ
ચૌધરી, આગેવાનશ્રી કુમારભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગરસેવકો સહિત
અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts