ગુજરાત

પલસાણાના તુંડી ગામે ફાયરિંગ ઘટનામાં ચાર ઘાયલથયા

સુરતના પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા. સુરત ના પલસાણા ના તુંડી ગામે ફાયરિંગ ની ઘટના બનવા પામી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં યુવાન દ્વારા પિતાની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુવાનના પિતા એક આર્મી જવાન હોવાથી તેમની પાસે બંદૂક હતી. જ્યારે લોકોનું ટોળું યુવાન પર ધસી આવ્યું ત્યારે યુવાને બંદૂકમાંથી ગોળી છોડી અને આ ઘટનામાં ચાર લોકોને ઇજા પંહોચી. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ તુંડીના દ્વારકેશ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બનવા પામી. આ ઘટનામાં વિકાસ નામના યુવક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વિકાસ આર્મી જવાન પિતાનો પુત્ર છે.

વિકાસે પિતા પાસે રખાતી બંદૂકનો અન્ય યુવકો પર હુમલા કરવા ઉપયોગ કર્યો. કોઈ મામલે થયેલ બબાલમાં વિકાસ પર યુવકો સહિત અન્ય લોકો ધસી આવ્યા હતા. દરમ્યાન વિકાસે અચાનક ફાયરિંગ કરતા ૪ જેટલા લોકોને ઈજાઓ પંહોચી હતી. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘટનાની માહિતી મળતા ટીમ સાથે બનાવસ્થળ પર પંહોચી ગઈ હતી. પોલીસે ફાયરિંગ ઘટનામાં પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું કે દ્વારકેશ સોસાયટીમાં રહેતા યુવકની અન્ય યુવકો સાથે ક્રિકેટ રમવા બાબતે ઝગડો થયો હતો. અન્ય યુવકોએ આ ઝગડાની અદાવત રાખી ગઈકાલે વિકાસ નામના યુવક પર હુમલો કર્યો. વિકાસને મારવા લોકોનું ટોળું ઘેર પહોચ્યું ત્યારે પોતાની સુરક્ષાને લઈને યુવાને ફાયરિંગ કર્યું. લોકનું મોટું ટોળું જાેઈ વિકાસે પિતાની બંદુકથી ફાયરિંગ કરતાં ચાર લોકોને ઇજા પંહોચી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા. જાે કે પોલીસે ફાયરિંગ ઘટનામાં યુવાન વિકાસ ઉપરાંત અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરતાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરશે કે ફક્ત ક્રિકેટનો જ ઝગડો છે કે પછી કોઈ અન્ય મામલામાં યુવકો વચ્ચે ઝગડો થયો હતો.

Related Posts