ઉનાના સંજવાપુર ગામમાં ગત રાત્રિના સમયે ચાર સિંહો શિકારની શોધમાં ઘૂસી આવ્યા હતા. આ સિંહોએ ગામની શેરીઓમાં લગભગ એક કલાક સુધી લટાર મારી હતી, જેના દ્દશ્યો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા છે. બાદમાં, સિંહોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. ઉના તાલુકાના મોઠા, ગરાળ અને સંજવાપુર જેવા વિસ્તારોમાં સિંહોનો વસવાટ છે. આ વિસ્તારમાં સિંહોના બે અલગ-અલગ જૂથો રાત્રિના સમયે શિકારની શોધમાં ગામડાઓમાં પ્રવેશતા હોય છે. સંજવાપુરમાં જોવા મળેલા ચાર સિંહો પણ તેમાંથી જ એક જૂથના હોવાનું મનાય છે. ગાયની પાછળ ચાલીને સિંહ જતો હોવાના દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. જંગલ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો વારંવાર જોવા મળતા લોકોમાં ભય વ્યાપ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને વન મિત્રો દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરાવવાની માંગણી કરી
ઉનાના સંજવાપુર ગામમાં રાત્રે ચાર સિંહે ઘૂસીને ગાયનું મારણ કર્યું

Recent Comments