રાજકોટના અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવામાં આવશે
રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે ૨૦૧ કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે ૨૦૧ કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે. અમદાવાદ-રાજકોટ હાઈવેને રૂ. ૩,૩૫૦ કરોડથી વધુના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવ્યો છે,
જેમાં બામણબોર અને બગોદ્રાના ટોલ પ્લાઝાની જગ્યાએ હવે ચાર ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આમાંથી ત્રણનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, જ્યારે ૧ એપ્રિલ, ૨૦૨૫થી ચારેય ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે કાર દ્વારા મફત મુસાફરી બંધ થવાની સંભાવના છે. આ ચાર સ્થળોએ ટોલ બૂથ બનાવવામાં આવશેઃ પ્રથમ ટોલ બૂથઃ બાવળાથી ૧૨ કિલોમીટર દૂર ટોલ બૂથઃ બીજું ટોલબૂથઃ બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું ટોલ બૂથ બગોદરા-લીંબડી વચ્ચેના ધેધુંકી ગામ પાસે બૂથઃ રાજકોટથી આઠ કિલોમીટર પહેલાં માલિયાસણ ગામ પાસે ચોથા નવા ટોલ બૂથનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. માર્ગ અને મકાન વિભાગે આ અંગે રાજ્ય નાણાપંચને દરખાસ્ત મોકલી છે. હાલમાં આ હાઈવે પર બગોદરા અને બામણબોર એમ બે ટોલ બૂથ છે. હવે ચાર નવા સ્થળોએ ટોલ વસૂલવામાં આવશે. ચારમાંથી ત્રણ ટોલ બૂથનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૪ ટોલ બૂથ પર ટોલ ટેક્સ વસૂલ કરી શકાશે. આ હાઈવે પર ટોલનો કુલ ખર્ચ ૨ ટોલ પ્લાઝા પરના વર્તમાન ટોલથી વધશે તે નિશ્ચિત છે, કારણ કે હાલમાં ૪ ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ સમગ્ર પ્રવાસ માટે કુલ ટેક્સ વધારો નવા ભાવ નક્કી થયા બાદ જ કહી શકાશે.
Recent Comments