રાષ્ટ્રીય

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ભારે વરસાદ વચ્ચે કાર નહેરમાં ખાબકતા નવજાત શિશુ સહિત ચારના મોત

ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં સ્થિત હલ્દવાનીમાં ભારે વરસાદ દરમિયાન સાત લોકોને લઈ જતી એક કાર રસ્તા પરથી ઉતરી ગઈ અને વહેતી નહેરમાં ખાબકી પડતાં ચાર દિવસના બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ચાર મૃતકોમાં એક ચાર દિવસનું બાળક પં છે, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થઈ છે અને તેઓ સારવાર હેઠળ છે. ત્રણ ઘાયલ લોકોને ઇજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ તબીબી સારવાર લઈ રહ્યા છે.
આ ઘટના બાદ તુરંત જ બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, અને ટીમો કેનાલના પુલ નીચેથી કારને બહાર કાઢવામાં સફળ રહી હતી.
યમુનોત્રી જતા ટ્રેક રૂટ પર ભૂસ્ખલનમાં ૨ યાત્રાળુઓના મોત
અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે, ઉત્તરાખંડમાં યમુનોત્રી મંદિર જતા ટ્રેક રૂટ પર ૯ કૈંચી ભૈરવ મંદિર પાસે ભૂસ્ખલન થતાં બે યાત્રાળુઓના મોત થયા હતા. બંનેના વિકૃત મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના એક યાત્રાળુને ઘાયલ હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન ટ્રેક રૂટથી લગભગ ૨૦ મીટર ઉપર થયું હતું.
દરમિયાન, ઘાયલ યાત્રાળુ – મુંબઈના રસિક – ને જાનકીચટ્ટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ટાંકા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Related Posts