રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ Administrative Reforms and Training Division (ARTD) દ્વારા સ્પીપા, ગાંધીનગર ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ચોથા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી કાર્તિક મુરલીધરન દ્વારા “Accelerating India’s Development: A State-Led Roadmap for Effective Governance” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, સુવ્યવસ્થિત નીતિ-નિર્માણ, અસરકારક અમલીકરણ અને જવાબદાર વહીવટના સંકલનથી જ વિકાસલક્ષી હેતુઓને સાકાર કરી શકાય છે.
શ્રી મુરલીધરને પોતાના વ્યાખ્યાનમાં ભારતના વિકાસને ઝડપી બનાવવા માટે રાજ્યની મહત્વપૂર્ણ ભૂમિકા, અસરકારક જાહેર ખર્ચની આવશ્યકતા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારાઓ તેમજ પુરાવા આધારિત (Evidence-based) નીતિ-નિર્માણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં કરવામાં આવેલા વિસ્તૃત અભ્યાસ, ક્ષેત્રિય પ્રયોગો તથા સંશોધનના અનુભવો પણ શેર કર્યા હતા.
આ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ શ્રી હરિત શુક્લા, સ્ટેટ ટેક્સ, અમદાવાદના ચીફ કમિશનર શ્રી આરતી કંવર, સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ શ્રી વ્યોમેશ શાહ, સ્પીપા ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી ચંદ્રેશ કોટક, સંયુક્ત સચિવ શ્રી રૂતા ભટ્ટ, SPIESR અમદાવાદના એક્ટિંગ ડાઈરેક્ટર પ્રોફેસર નીતિ મહેતા સહિત અન્ય અધિકારો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ગાંધીનગર-સ્પીપા ખાતે ‘અટલ સ્મૃતિ વ્યાખ્યાન’ શ્રેણીનું ચોથું વ્યાખ્યાન યોજાયું


















Recent Comments