અમરેલી

સાવરકુંડલામાં આજે મમતાઘર ના બાળકો માટે ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાશે

સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર ના સંચાલક મંજુલાબેન દુધરેજીયા ના જન્મદિન નિમિત્તે આજરોજ તારીખ 13/12ના રોજ સાંજના 5 કલાકે શ્યામ સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના સહયોગથી ડોક્ટરો દ્વારા મમતા ઘરના બાળકોનું ફ્રી નિદાન, સારવાર કેમ્પ રાખવામાં આવેલ આ ફ્રી નિદાન કેમ્પમાં સાવરકુંડલા, લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, મહામંડલેશ્વર જસુબાપુ હિપાવડલી તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે જેમાં દંતક ચિકિત્સક ડોક્ટર અભિજીતભાઈ જેબલિયા બી.ડી.એસ., સ્કીન ચિકિત્સક ડોક્ટર અનિતાબેન ધાખડા, હેતવીબેન, આંખ ચિકિત્સક ડોક્ટર અંગ્રેજ સેવા આપશે.

Related Posts