તળાજા ની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ થયું
તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે. શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન મળ્યું છે. આ દાન માટે દાતાઓને પ્રોત્સાહિત કરનાર શિક્ષક નરેશભાઈ બારૈયા તેમજ શિક્ષણ પ્રેમી દાતાઓનો શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસ તેમજ એસએમસી અધ્યક્ષ હરુભા રાણાએ આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments