to મનમંચ, Gujarat, gujaratpatra, Divyabhaskar, Nilesh, NILESH, મનોજભાઈ, yugantar_daily, દિવ્ય, gujaratpatra, vinodbhaijaypal2@gmail.com, jkjnewsamreli@gmail.com, gujarat, Pandya, જનતા, kathiawadpost, લોકાર્પણ, me, સૌરાષ્ટ્ર![]() |
અમરેલી ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં ડૉ. ભવનેશ ભટ્ટ દ્વારા ફ્રી હોમિયોપેથીક અવેરનેસ અને સ્કીન-હેર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો હતો.
આ કેમ્પમાં નિષ્ણાંત હોમિયોપેથીક ડૉક્ટર શ્રી ભવનેશ ભટ્ટ અને તેમની ટીમે વિશેષ ઉપસ્થિતિ આપી. તેઓએ સ્કીન તથા હેર સંબંધિત સમસ્યાઓનું નિદાન કરીને યોગ્ય હોમિયોપેથીક ઉપચારની માહિતી આપી. કેમ્પ દરમિયાન તદ્દન ફ્રી ચેકઅપ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષકોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના ડિરેક્ટર અને સ્ટાફે પણ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલ એ આરોગ્ય પ્રત્યે સંવેદનશીલ સમાજ નિર્માણ તરફ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
Recent Comments