fbpx
અમરેલી

સંરક્ષણ દળમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગઃ  અરજી કરવા રોજગાર કચેરીનો અનુરોધ

રાજ્યના યુવાનો સંરક્ષણ દળપોલીસ દળમાં ભરતી થવાના હોય તેમને તાલીમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન છે.

શારીરિક તેમ જ માનસિક રીતે સક્ષમ, ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ સુધી અને ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ હોય તેમજ સંરક્ષણ દળમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોને રહેવા, જમવા તથા શારીરિક અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. જિલ્લા રોજગાર કચેરી ખાતેથી વિનામૂલ્યે નિયત અરજી ફોર્મ મેળવી, જરુરી વિગતો અને ધોરણ ૧૦ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ તથા અન્ય સાધનિક પુરાવા સહિત આધાર-પુરાવાઓ સામેલ કરી જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક, પ્રથમ માળ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે દિન-૭ માં મોકલવું.આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા રોજગાર કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ dee-amr@gujarat.gov.in પર સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts