અમરેલી

અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે ‘ફ્રી સમરસ્કિલ વર્કશોપ-૨૦૨૫’ : તા.૦૧ જૂન, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી

અમરેલી તા.૨૯ મે, ૨૦૨૫ (ગુરુવાર) ધો.૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેવા અમરેલી જિલ્લાના ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન મળી રહે અને તેમની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે જરુરી કૌશલ્ય વિકાસના હેતુસર કૌશલ્ય વર્ધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાનાર આ તાલીમથી ઉમેદવારો વાકેફ થાય તેમજ તેઓને કારકિર્દી ઘડતર માટે વિશેષ માર્ગદર્શન મળી રહેશે. આગામી તા.૦૨ જૂન અને તા.૦૩ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૩.૦૦ કલાક સુધી અમરેલી આઇ.ટી.આઇ. ખાતે “FREE SUMMER SKILL WORKSHOP 2025″નું આયોજન છે.

જેમાં કમ્પ્યુટર, સીવણ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ જેવા વિવિધ ગ્રુપની ૦૨ દિવસની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને તે અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આથી, ધો.૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અને લાભ લેવા ઇચ્છતા તમામ ઉમેદવારોએ ૯૪૨૪૦ ૧૭૬૨૬ પર પોતાનું નામ લખી વ્હોટ્સ અપ મેસેજ કરી તા.૦૧ જૂન, ૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું.

આ અંગેની વધુ વિગતો પણ આ નંબર પર સંપર્ક કર્યેથી મેળવી શકાશે, તેમ અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts