બોલિવૂડ

દેશમાં વર્તમાન માહોલના કારણે ‘ભૂલચૂક માફ’ ફિલ્મની શુક્રવારની રીલિઝ છેલ્લી ઘડીએ રદ

દેશમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને વામિકા ગબ્બી તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલચૂક માફ‘ની થિયેટર રીલિઝ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે જ થિયેટરમાં રજૂ થવાની હતી. તેને બદલે હવે સીધા તા. ૧૬મીએ ઓટીટી પર રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. જાેકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર યુદ્ધ માહોલનું તો બહાનું છે. વાસ્તવમાં આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ બહુ નબળું હતું અને ફિલ્મ ટિકિટબારી પર પિટાઈ જવાની હતી એટલે નિર્માતાઓ દેશની ભાવનાને નામે આ કમર્શિઅલ ર્નિણય કર્યો છે.
‘સ્ત્રી‘ અને ‘છાવા‘ જેવી ફિલ્મોના સર્જક દિનેશ વિજન દ્વારા લેવાયેલા આ ર્નિણયનો સિને માલિકો તથા વિતરકો દ્વારા ભારે વિરોધ કરાયો છે. ફિલ્મ માટે એડવાન્સ બૂકિંગ પણ શરુ થઈ ગયું હતું. હવે થિયેટર્સએ આ એડવાન્સ બૂકિંગના પૈસા પાછા આપવાની નોબત આવી છે.

Related Posts