વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે.
સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો તથા શુભેચ્છકોની એક વિચાર ગોષ્ઠિનું આયોજન શનિવાર તા.૨૩ સવારે થયેલ છે.
લોકભારતી પરિવારના સ્વજનોનું કન્યા વિદ્યાલય વળાવડમાં સ્નેહમિલન યોજાશે, જેમાં લોકભારતીનાં કર્મશીલો પ્રેરણારૂપ અનુભવો વ્યક્ત કરશે.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે યોજાનાર આ સ્નેહમિલન માટે આ સંસ્થાનાં શ્રી દેવચંદભાઈ સાવલિયા અને શ્રી અમીનભાઈ ચૌહાણ સંકલનમાં રહ્યાં છે.
Recent Comments