દામનગર રાજ્ય ના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ના મંત્રી હર્ષભાઈ સંધવી અને સચિવ શ્રી અશ્વનીકુમાર ને યુવા આર્મી ટીમ દ્વારા વિસ્તૃત રજુઆત દામનગર પંથક સૌથી વધુ પછાત વિસ્તાર તરીકે અવિકસિત રહેવા પામેલ છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યંગ ટેલેન્ટેડ યુવાન રમતવીરો માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ના ઉત્તમસ્થળ તરીકે દામનગર શહેર ના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અમરેલી જિલ્લા પંચાયત ના સર્કિટ હાઉસ અને જૂના કચેરી કમપાઉન્ડ ને વિકસાવી શકાય ગુજરાત સરકાર ના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ માં વિસ્તૃત રજુઆત કરતી યુવા આર્મી ટીમ દ્વારા પત્ર પાઠવ્યો વર્ષો થી બિન ઉપીયોગી ભવ્ય ઇમારતો દેખરેખ અભાવે ખડેર બની રહી છે
તેનો યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તરીકે વિકસાવ રમત વિરો ને પ્લેટ ફોમ પૂરું પાડવા ઉપીયોગ કરાય તો સૌથી પછાત ગણાતા દામનગર પંથક ના અસંખ્ય યુવાનો માં પડેલ પ્રતિભા ને રાષ્ટ્રીય સ્તરે આંતર રાષ્ટ્રીય સ્તરે મોકલી શકાય હજારો પ્રકાર ની વિવિધ રમત પ્રતિભા ઓને ડી એલ એસ એસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે રુચિ કેળવવા અને ઉચ્ચતર સિદ્ધિ ઓ હાંસલ કરવા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે સક્ષમ બનાવી શકાય સરકાર ની સ્પોર્ટ્સ ઓથોરિટી સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે લોકભાગીદારી માટે પણ અનેક સખાવતી સંસ્થા ઓ દાતા આ માટે તૈયાર હોવા નું યુવા આર્મી દ્વારા જણાવ્યું હતું સમગ્ર દામનગર પંથક યુવાનો ને સ્પોર્ટ્સ ઓથોરિટી પૂરતો ન્યાય આપી શકે તે માટે શકયતાદર્શી સ્થિતિ હજારો રમતો જેવી કે આર્ચરી એથ્લેલટિક્સ બાસ્કેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ટેકવેન્ડોસ યોગાસન આર્ટિ સ્કેટરીગ સ્ટેટટીંગ કબડ્ડી ખો ખો વોલીબોલ ક્રિકેટ રસ્સા ખેંચ હોકી ઝુડો કરાટે કુસ્તી ધનુંવિદ્યા વેઇટ લિફ્ટીંગ સ્વીમીંગ શૂટિંગ બોલ સ્કેટિંગ ફૂટબોલ સાયકલિંગ ચેસ જુડો જિમ્નાસ્ટિક બોક્સીગ તીરદાંજી ગોળા ફેક ભાલા ફેક નિશાનેબાજી જેવી અસંખ્ય રમતો ગમત ક્ષેત્રે સંપૂર્ણ શકયતાદર્શી સ્થિતિ ધરાવતા સ્થળ ઉપરાંત લોક ભાગીદારી ઉદારદિલ દાતા ઓની તૈયારી ઓ છે
આ અંગે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રમતગમત મંત્રી હર્ષભાઇ સંધવી અશ્વનીકુમાર અગ્ર સચિવ શ્રી રમતગમત યુવા સાંસ્કૃતિક આર આર નીનામાં આઈ એ એસ ડાયરેકટર જનરલ સ્પોર્સ્ટ ઓથોરોટી આઈ આર વાળા સચિવ શ્રી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી રજુઆત કરાય ગુજરાત સરકાર નો અભિગમ પણ છે કે રાજ્ય નું રમત ગમત સ્તર ઊંચું આવે સ્પોર્સ્ટ ઓથીરિટી સંલગ્ન અસંખ્ય યોજના ઓ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ રમતગમત ક્ષેત્રે ખૂબ ઉદારતા સાથે બજેટ જોગવાઈ કરાય છે યુવાનો ને પ્રોત્સાહિત કરવા માટે દામનગર સહિત ના પંથક વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે સંપૂર્ણ શકયતાદર્શી સ્થળો જિલ્લા પંચાયત હસ્તક ના સર્કિટ હાઉસ અને જૂના કચેરી કમાઉન્ડ ને વિકસાવવા યુવા આર્મી ની સબંધ કરતા વિભાગો માં વિસ્તૃત રજુઆત
Recent Comments