અમરેલી

જળસંચયથી કૃષિ સમૃદ્ધિ તરફ: ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. ૩.૨૫ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લાના અમરેલી-કુંકાવાવ-વડિયા તાલુકામાં જળસંચય અને જળસિંચન વધારવાના હેતુથી હાથ ધરાયેલા આશરે રૂ. ૩.૨૫ કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્યો અંતર્ગત માંગપાળ ખાતે વડી ઈરીગેશન યોજના અંતર્ગત ડેમના ખેતી વિસ્તારમાં રૂ. ૫૯.૩૩ લાખના ખર્ચે હયાત સ્ટ્રક્ચરમાં બોક્ષ કલવર્ટ નાખવામાં આવશે.  કુંકાવાવ તાલુકાના સાંથળી ખાતે ભુખલી સાથળી ચેકડેમનનું રૂ. ૫૯.૯૦ લાખના ખર્ચે નિર્માણ થશે જેનાથી ૦૬૭ કરોડ લીટર જળસંગ્રહ શક્તિ સર્જાશે.

ખડખડ મુકામે આશરે રૂ. ૫૭.૩૨ લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ થશે જેનાથી ૧.૦૨ કરોડ લીટર પાણીની જળસંગ્રહ શક્તિનું સર્જન થશે. તરઘરી ગામે આશરે ૩૫.૫૮ લાખના ખર્તે  ચેકડેમ નિર્માણ પામશે જેનાથી ૦.૮૨ કરોડ લિટર પાણીની જળસંગ્રહ શક્તિનું નિર્માણ થશે. સિંચાઈ રાજ્ય વિભાગ હસ્તકન કાર્યોનો મંત્રીશ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત મોટા આંકડિયા ગામે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પંચાયત સિંચાઈ હસ્તકના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યો પૂર્ણ થયા બાદ વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા જળસંચય અને કૃષિ વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કુંકાવાવ-વડિયા તાલુકાના ૪૫ ગામોમાં ગામદીઠ અંદાજે ૬૦૦ કલાક સુધી તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશેજેના પરિણામે પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને ખેડૂતોને સીધો લાભ મળશે.  આ પ્રસંગે અમરેલી વિધાનસભા મતવિસ્તારની અવિરત વિકાસયાત્રાને વેગ આપવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ અવસરે તરઘરી ગામે પંચાયત ઘર તથા સ્માર્ટ આર.ઓ પ્લાન્ટનું લોકાર્પણ પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતુંજેથી ગામલોકોને શુદ્ધ પીવાના પાણી તથા સ્થાનિક વહીવટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ બની રહેશે. આર.ઓ. પ્લાન્ટ માટે ગામમાં ૨૫૦ જેટલા સ્માર્ચ કાર્ડ આપવામા આવશે જેના થકી નજીવા પૈસે શુદ્ધ પીવાનું ફિલ્ટર્ડ પાણી મળશે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ તરઘરીના જાગૃત સરપંચ શ્રીમતિ રમાબહેન હીરપરાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરશોત્તમભાઈ હીરપરાઅગ્રણીશ્રી અતુલભાઈ કાનાણીશ્રીરણજીતભાઈ વાળાશ્રી શેલેષભાઈશ્રી કાળુભાઈસ્થાનિક સરપંચશ્રીઓ તેમજ વિવિધ ગામના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts