રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.
રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ

Recent Comments