ભાવનગરની બી.એન.વિરાણી હાઇસ્કૂલ ખાતે પૂર્ણ પગારના આદેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં
ભાવનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૭૦ શિક્ષકોએ નોકરીનાં ૫ વર્ષ પૂરાં કરતાં
તેમને પૂરાં પગારમાં સમાવાયા હતાં.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ પૂર્ણ પગારમાં આવતા તમામ શિક્ષકોને અભિનંદન અને
શુભેચ્છાઓ પાઠવી હતી.પૂર્ણ પગારના આદેશનો શ્રેય જિલ્લા શિક્ષણાધિકારીએ કચેરીના સ્ટાફને આપ્યો હતો.
જિલ્લાશિક્ષણાધિકારી કચેરીમાં ઈ.આઈ.તરીકે નિમણૂક પામનાર અધિકારીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું
હતું.વર્ગ ૩ માંથી વર્ગ ૨ માં પ્રમોશન થયેલ આચાર્યશ્રીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પૂર્ણ પગાર આદેશની કામગીરી એ જ દિવસે કરવા બદલ ભાવનગર
જિલ્લાના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ શૈક્ષણિક સંકલન સમિતિએ આભાર માન્યો
હતો.પૂર્ણ પગારના આદેશથી શિક્ષકોમાં ભારોભાર ઉત્સાહ અને આનંદનુ વાતાવરણ જોવા મળ્યું હતું.
ભાવનગરની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના ૭૦ શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ અપાયાં


















Recent Comments