હરિયાણાના ગુરુગ્રામમાં નેશનલ હાઈવે ૪૮ પર શંકર ચોક પર સજાવટ માટે રાખવામાં આવેલા ફુલોના કુંડાની ચોરી કરનારા શખ્સની ધરપકડ થઈ ગઈ છે. તેની પાસેથી ફુલોના કુંડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા યુવકનું નામ મનમોહન છે અને તે ગાંધીનગર વિસ્તારનો છે. આ ગાડી તેની પત્નીના નામે છે. તે ખુદ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે અને ૪૦ લાખની કાર લઈને ફરે છે. પોલીસ તેની સાથે પુછપરછ કરી છે. પોલીસે હાલમાં જ કેસ નોંધ્યો હતો. આ ઘટના ત્યારે થઈ હતી, જ્યારે એક મુસાફરે વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
એક મીનિટની ક્લિપમાં કથિત રીતે ગુરુગ્રામ નંબર પ્લેટવાળી કારની પાસે બે લોકો જાેઈ શકાય છે. જે એક બાદ એક કુંડા ઉઠાવીને પોતાની કારની ડિક્કીમાં રાખી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો ધ્યાને આવતા ગરુગ્રમા ડેપ્યુટી કમિશ્નર નિશાંત કુમાર યાદવે ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ અથોરિટીને ચોરીની ઔપચારિક ફરિયાદ નોંધવાના નિર્દેશ આપ્યા. અધિકારીઓ ચોરી થનારા કુંડામાં હાઈડ્રેંઝિયા, ડાહલિયા અને ગલગોટાના છોડ સામેલ છે. ડીસી યાદવે કહ્યું કે, શહેરમાં એક તારીખથી ૪ માર્ચ દરમિયાન જી ૨૦ સમિટ અંતર્ગત થનારી બેઠકને લઈને શંકર ચોક અને તેની આજૂબાજૂના વિસ્તારમાં સજાવટ માટે આ કુંડા રાખ્યા હતા.
Recent Comments