રાષ્ટ્રીય

G-૨૦ સમિટ માટે પ્રગતિ મેદાન ખાતે ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન સંકુલ તૈયાર

પ્રગતિ મેદાન ખાતે ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ૈં્‌ર્ઁં) સંકુલ સમિટ માટે તૈયાર છે. આ અત્યાધુનિક ઈમારતની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રગતિ મેદાન ય્૨૦ નેતાઓની બેઠક યોજવા માટે તૈયાર છે. ય્૨૦ની બેઠક ૧૨૩ એકરમાં ફેલાયેલા ૈં્‌ર્ઁં સંકુલમાં યોજાવાની છે. આ સંકુલનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ જુલાઈના રોજ કરશે. આ અત્યાધુનિક હોલ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે કંપનીઓને તેમના મુલાકાતીઓ સાથે જાેડાવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સાથે આ હોલમાં ઘણી અસાધારણ વિશેષતાઓ છે. જેમાં ૩,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતાવાળું એમ્ફીથિયેટર છે. જે ૩ ઁફઇ થિયેટર બરાબર છે. આ સંકુલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં ૭,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે અને આવનારા મહેમાનો માટે ૫૫૦૦ જેટલા વાહનો સરળતાથી પાર્ક કરી શકાય છે. આ ૈંઈઝ્રઝ્ર સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધામાં છે. તેની ગુણવત્તાના કારણે તેને વિશ્વના ૧૦ સૌથી મોટા પ્રદર્શન અને સંમેલન સંકુલની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ૈં્‌ર્ઁં)ની માલિકીની સાઇટના પુનર્વિકાસની જવાબદારી બાંધકામ કંપની દ્ગમ્ઝ્રઝ્ર (ઇન્ડિયા) લિમિટેડને આપવામાં આવી હતી.

Related Posts