fbpx
અમરેલી

“G-20  Event Awareness Campaign”  હેઠળ અમરેલી શહેર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ

પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના મુજબ તથા શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ “G-20  Event Awareness Campaign”  હેઠળ અમરેલી શહેર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ.

•       આ સાયકલ રેલીનું ફલેગ ઓફ શ્રી એ.જી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક અને સિનીયર ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો.નીતીન ત્રિવેદીના હસ્તે કરવામાંઆવ્યું. આ સાયકલ રેલી અમરેલી શહેર ખાતે સીનીયર સીટીજન પાર્ક, રાજકમલચોક, મોટા બસસ્ટેડન્ડ, રેલ્વેસ્ટેશન, કોલેજ સર્કલથી સીનીયરસીટીજન પાર્ક સુધીના વિસ્તારમાં કરવામાં આવેલ હતી.

•       આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ ભારતને મળેલ જી-૨૦ ના અધ્યક્ષપદ અંગે સામાન્ય નાગરિકોને  માહિતગાર કરી, દેશમાં લાખો યુવાનો તેમજ સામાન્ય નાગરીકોને જી-૨૦ સાથે અર્થપૂર્ણ રીતે જોડવા માટેનો હતો. 

•       આ સાયકલ રેલીમાં અમરેલી જીલ્લા પોલીસ, NCC અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ
(SPC)ના બાળકો તથા સિનીયર ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો.નીતીન ત્રિવેદી તથા જનરલ સર્જન ડો. નરેન્દ્ર સોજીત્રા  તથા એમના સાયકલ ગ્રૂપ સહિત અંદાજીત ૧૨૫ સાયકલીસ્ટોએ  ભાગ લીધેલ હતો.

Follow Me:

Related Posts