અમરેલી

લીલીયા તાલુકા માં સૌપ્રથમ ચક્ષુદાતા સાંજણટીંબા ગામ ના ગઢીયા નબુબેન બન્યા ડો.જયંતિભાઈ કુંભાણી એ સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને અર્પણ

અમરેલી ના લીલીયા તાલુકા ના સાંજણટીંબા ગામ ના ગઢીયા નબુબેન પ્રથમ ચક્ષુદાતા નું સદભાગ્ય પ્રાપ્ત કર્યું ડોક્ટર જયંતિભાઈ કુંભાણી એ સુરત લોક દ્રષ્ટિ ચક્ષુબેક ને અર્પણ આજે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાજણટીંબા ગામ ના નબુબેન પોપટભાઈ ગઢીયા નુ દેહાંવસાન થતાં  પરિવાર ના સભ્યો એ લીલીયા ડોક્ટર જયંતિભાઈ કુંભાણી ને જાણ કરતા નેત્રદાન સ્વીકારવા ડો જયંતિભાઈ કુંભાણી અને વિજયભાઈ ભાલાળા એ સેવા આપી હતી.ચક્ષુદાતા સ્વ નબુબેન ગાઢિયા ના પુત્રરત્ન પરશોતમભાઈ પૌત્ર મિલનભાઈ અને ગામજનો સગા સ્નેહી ઓની ઉપસ્થિતિમાં નેત્રદાન સ્વીકારવામા આવ્યું 

લોકદ્રષ્ટિ ચક્ષુબેક સુરત  પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના ટ્રસ્ટી ઓ એ નેત્રદાતા પરિવાર પ્રત્યે આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે વિચારો થી ઉન્નત ગાઢિયા પરિવારે વાત્સલ્ય મૂર્તિ નબુબેન ના ચક્ષુદાન કરી જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ કરી સમસ્ત માનવ સમાજ માં ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું    નેત્રદાતા સ્વ નબુબેન પોપટભાઈ ગઢીયા ને શ્રધ્ધાંજલી પાઠવી હતી.જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્ર, દેહ, અંગો ના દાન ઉત્તમ દાન નો સુંદર સંદેશ આપતા પરિજનો એ નાના એવા ગામ માં પ્રથમ નેત્રદાતા તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું હતું અમરેલી જિલ્લામાં લીલીયા લાઠી પંથક મા કોઈ પણ કાળી કીકી ના કારણે અંધ હોય તેને ફરી દ્રષ્ટિવાન બનાવવા માટે નેત્રદાન કરો ની અપીલ સાથે લોકજાગૃત નો સંકલ્પ ડોક્ટર જયતિભાઈ કુંભાણી એ હદયસ્પર્શી પ્રતિજ્ઞા આપી ને કરાવ્યો હતો 

Related Posts