દામનગર ના શાખપુર ગામની ઉચ્ચતર માધ્યમિક શાળા પરિસર માં પદ્મ શ્રી જગદીશભાઈ ત્રિવેદી પુસ્તકાલય ની મુલાકાતે ખુદ જગદીશભાઈ ત્રિવેદી સહિત ના મહેમાનો પધાર્યા આજથી એક વરસ પહેલા કેનેડા સ્થિત જગદીશભાઈ ત્રિવેદી એ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામની શાળા માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે એક પુસ્તકાલય બનાવી આપ્યુ હતુ એનું ઊદઘાટન લટુરીયા હનુમાન આશ્રમના મહંત પૂજ્ય જશુબાપુ અને પૂજ્ય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે કરાયું હતું. આ પ્રસંગે રતનપરની દર્શન વિદ્યાલયના સંચાલક મહેશભાઈ કાનાણી અને આદર્શ શિક્ષક ભરતભાઈ દેવૈયા દામનગર ના પત્રકાર નટવરલાલ ભાતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાયબ્રેરીની રૂબરૂ મુલાકાત લેવાનો અવસર ૩૧/૧૨/૨૫ ના રોજ મળ્યો તેની સાથે પૂજ્ય જશુબાપુ તો હતા પણ જાણીતા હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા લાઠીના ઉદ્યોગપતિ અને પૂજય મોરારીબાપુની કથાનાં યજમાન ઘનશ્યામ શંકર સુરતની આશીર્વાદ માનવમંદિર સંસ્થાના સેવભાવી સજ્જન શ્રી ભરતભાઈ માગુકીયા હરજીભાઈ નારોલા જીતુભાઇ બેલડીયા પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની દીપ એસ ખેની ભાવનગર ડાયમંડ એશો ના પ્રમુખ સહિત ના મહાનુભાવો પણ હાજર રહ્યાં હતાં.શાખપુર સહિત આસપાસ ના ગ્રામ્ય માટે ગાગર માં સાગર સમાંતર જગદીશભાઈ ત્રિવેદી પુસ્તકાલય ની રૂબરૂ મુલાકાત થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા સર્વ મહાનુભવો સહિત ગ્રામ્યજનો સ્થાનિક અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી
“ગાગર માં સાગર સમાંતર પુસ્તકાલય” શાખપુર ગામની શાળામાં “પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પુસ્તકાલય” ની મુલાકાતે ખુદ જગદીશભાઈ ત્રિવેદી પધાર્યા


















Recent Comments