ગીર સોમનાથ એલસીબી ટીમને એક મોટી સફળતા મળી હતી જેમાં ગીર સોમનાથના સાસણ ગીરમાં સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. એલસીબી ટીમ દ્વારા ૫૦થી વધુ જુગારીઓ ઝડપી લેવામાં આવ્યા છે અને ૨૫ લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે.
આ મામલે ગીર સોમનાથ એલસીબી ટીમનેને એક બાતમી મળી હતી કે રિસોર્ટના એક રૂમમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું છે અને જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી છે. ૧૦થી વધુ ફોરવીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ એલસીબી ટીમે જપ્ત કર્યો છે. આ તમામ જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસ દ્વારા હવે વધુ ઝીણવટપૂર્વક તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Recent Comments