fbpx
ગુજરાત

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન : મોટી સંખ્યામાં નગરજનો જાેડાયા

અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણીના શુભ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ‘ૐીઅય્ટ્ઠહઙ્ઘરૈહટ્ઠખ્તટ્ઠિ’ દ્વારા શહેરના નાગરિકો માટે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં નગરજનો જાેડાયા હતા.

આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ પૂર્ણ રીતે રામમય વાતાવરણમાં જાેડાઈ ગયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અન્ય અતિથિઓમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી જે. એન. વાઘેલા, ડે. મેયર શ્રી નટવરજી ઠાકોર, શાસકપક્ષના નેતાશ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, કલ્ચરલ સમિતિના ચેરમેન શ્રીમતી અંજનાબેન મહેતા તથા અન્ય કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સ્થળે ૩૦ ફૂટ ઊંચું રામલલાનું ભવ્ય પોસ્ટર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર એક આકર્ષક કેન્દ્રબિંદુ બની રહ્યું હતું, જેણે આખા કાર્યક્રમને રામમય વાતાવરણ પ્રદાન કર્યું હતું.અતિથિઓ અને નગરજનોએ આ ભવ્ય પોસ્ટરની સામે ઉભા રહી રામલલાના દર્શન કર્યા અને સ્મૃતિરૂપ ફોટા પાડ્યા હતાં.

આ સંપૂર્ણ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રામસખા મંડળ દ્વારા સુંદર હનુમાન ચાલીસા તેમજ તેમના દ્વારા રજુ કરવામાં આવેલ ભજનો રહ્યા હતા. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ દ્વારા આખું વાતાવરણ ભક્તિમય તેમજ રામમય બની ઉઠ્‌યું હતું.આ ઉપરાંત ેખ્તઙ્ઘષ્ઠ ગ્રુપના નિકુંજ ઠાકર દ્વારા ઉપસ્થિત સૌને ડેદ્બહ્વટ્ઠ કરાવી ફિટનેસ તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા. આ ઉપરાંત સુંદર ગીતો પર ડાન્સ પરફોર્મન્સ દ્વારા ઉપસ્થિત સૌને તાળીઓ પાડવા મજબૂર કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો જાેડાયા હતા અને તેમણે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts