fbpx
ગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ બાદ પણ ભાડું ન ચુકવનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરાઈ

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની મિલકતોના ભાડુઆતો પાસેથી ભાડુ વસૂલવા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સેક્ટર-૨૧ ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા મિલકતોના ભાડુઆતો સામે કડક કાર્યવાહી હાથ ધસી ત્રણ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આવા ભાડુઆતોને વારંવાર નોટિસ આપવા છતાં પણ ભાડુ ભરવામાં ન આવતાં કુલ ૨૦ મિલકતો કે જેનું કુલ ભાડું રૂ. ૨૫ લાખ જેટલું બાકી હતું. તેમાંથી પ્રથમ તબક્કે કુલ ૩ મિલકતોને સીલ કરવામાં આવી છે.

આ કડક કાર્યવાહીના પરિણામે બાકીના ભાડુઆતો દ્વારા તાત્કાલિક ચેક દ્વારા ભાડાની ભરપાઈ કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા એસ્ટેટ શાખા દ્વારા કુલ રૂ. ૨૧ લાખની વસૂલાત કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને જે ભાડુઆતો ભાડું ભરવામાં નહીં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરોક્ત દુકાનદારોને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ સાથે બેઠક કરીને કડક સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતા ભાડું ન ચુકવનાર દુકાનો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૭ દિવસમાં તમામ બાકીદારોની દુકાનો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts