ભાવનગર

જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધામાં 17 ગોલ્ડ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણા સમગ્ર જિલ્લામાં અગ્રેસર 

તારીખ 07/09/2025 ને રવિવારના રોજ સરદાર પટેલ રમત સંકુલ – ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકોએ ગોલ્ડ મેડલ, 5 બાળકોએ સિલ્વર મેડલ તથા 1 બાળકે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કુલ 23 મેડલ મેળવીને ગણેશ શાળા – ટીમાણા કુરાશ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહી હતી. આ દરેક બાળકોને માર્ગદર્શન આપવાનું કાર્ય શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રવીણભાઈ પંડ્યા તથા નિલેશભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા બંને વ્યાયામ શિક્ષકશ્રીઓ તથા જિલ્લા કક્ષાએ અગ્રેસર રહી ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવનાર તમામ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts