એચ.જી.એફ.આઈ. દ્વારા આયોજિત કરાટે તથા કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા માટે ગણેશ શાળા – ટીમાણાના (વિદ્યાર્થીઓ) ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કરાટે સ્પર્ધામાં શાળાના કુલ 11 બાળકોએ ગોલ્ડ મેડલ, 4 બાળકોએ સિલ્વર મેડમ તથા 9 બાળકોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. એ જ રીતે કુસ્તી સ્પર્ધામાં પણ શાળાના કુલ 18 બાળકોએ ગોલ્ડ મેડલ, 6 બાળકોએ સિલ્વર મેડલ તથા 4 બાળકોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આમ કુલ 52 બાળકોએ જિલ્લા કક્ષાએ ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. જિલ્લા કક્ષાએ માત્ર બે જ રમતમાં આટલું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ ગણેશ શાળા – ટીમાણા તથા તળાજા તાલુકાનું જિલ્લા કક્ષાએ ગૌરવ વધાર્યું હતું. આ જ બાળકો આગામી સમયમાં ભાવનગર જિલ્લાનું નેતૃત્વ કરવા માટે રાજ્ય કક્ષાએ જશે. ત્યારે આવું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાના સૌ વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર પ્રવીણભાઈ પંડ્યા તથા નિલેશભાઈ બાંભણિયાને ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
એસ.જી.એફ.આઇ. દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા- ટીમાણાના (વિદ્યાર્થીઓ) ખેલાડીઓએ મેળવી અનેરી સિધ્ધિ

Recent Comments