તારીખ 25/09/2025 ને ગુરૂવારના રોજ બંદ્રિનારાયણ મંદિર – અડાજણ (સુરત) ખાતે (S.G.F.I.) શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં હાજર રહ્યા હતા. જેમાં ટેકવેન્ડો સ્પર્ધા અંડર – 19માં ચુડાસમા હાર્દિક ભરતભાઈ (ફાસરા) એ સિલ્વર મેડલ, મેર મિલન ગોપાલભાઈ (ખોડીયાર રાજપરા) એ બ્રોન્ઝ મેડલ તથા જાજડા અનિરુદ્ધ હનુભાઈ (પાંડેરિયા) એ બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આમ રાજ્ય સ્તરે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારનાર ત્રણેય સ્પર્ધકોને ભાવનગર જીલ્લાના D.S.O. શ્રી નરેશભાઈ ગોહિલ સાહેબ તથા ભાવનગર જિલ્લાના વ્યાયામ શિક્ષક સંઘના અધ્યક્ષ શ્રી વી. એમ. જાળેલા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા પણ ત્રણેય સ્પર્ધકો તથા તેને માર્ગદર્શન આપનાર શાળાના વ્યાયામ શિક્ષકશ્રીઓ પ્રવીણભાઈ પંડ્યા તથા નિલેશભાઈ બાંભણિયાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ગણેશ શાળા શાળા – ટીમાણાની રમત ગમત ક્ષેત્રની આવી અનેક સિદ્ધિઓ થકી શાળા છેલ્લા એક દાયકાથી ખેલ મહાકુંભમાં પણ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામે છે.
ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ત્રણ મેડમ મેળવ્યા


















Recent Comments