ભાવનગર

રમત ગમત ક્ષેત્રે ગણેશ શાળા -ટીમાણાની રાજ્ય કક્ષાની સિદ્ધિ, વિદ્યાર્થીએ કુસ્તીમાં મેળવ્યો રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ 

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડના અધ્યક્ષ સ્થાને 69 મી S.G.F.I. રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધા અંડર – 19 (ભાઈઓ-બહેનો)નું આયોજન તા. 19/9/2025 થી 20/09/2025 સુધી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તળાજા તાલુકાની ગણેશ શાળા – ટીમાણામાં અભ્યાસ કરતા ચુડાસમા હાર્દિકભાઈ ભરતભાઈ (ગામ :- ફાસરા)એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જે થકી રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આમ રાજ્ય સ્તરે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારનાર હાર્દિકભાઈને ભાવનગર જીલ્લાના D.S.O. શ્રી નરેશભાઈ ગોહિલ સાહેબ તથા ભાવનગર જિલ્લાના વ્યાયામ શિક્ષક સંઘના અધ્યક્ષ શ્રી વી. એમ. જાળેલા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા પણ હાર્દિકભાઈ તથા તેને માર્ગદર્શન આપનાર પ્રવીણભાઈ પંડ્યા તથા નિલેશભાઈ બાંભણિયાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts