fbpx
ગુજરાત

સીનીયર સિટીઝનના નામ-સરનામા વાળુ બનાવટી આધારકાર્ડથી ગુનાહિત પ્રવૃતિ કરતી ગેંગ ઝડપાઈ

આધારકાર્ડને આધારે બેન્ક ખાતા ખોલાવી ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરતા હતા અમદાવાદમાં રહેતા એક સિનીયર સિટીઝને આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ મહિનાના સમયગાળામાં તેમના નામ-સરનામાનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિના ફોટા વાળા આધારકાર્ડ, પાન કાર્ડ બનાવીને ટપાલ દ્વારા અલગ અલગ તારીખે તેમના ઘરે આવ્યા હતા.

ઉપરાંત આ આધારકાર્ડમાંથી કોઈ આધારકાર્ડનો ઉપયોગ કરીને આરોપીઓએ કોટક મહિન્દ્રા બેન્કમાં ખાતુ ખોલાવીને તેમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા. ફરિયાદીના ઘરે બેન્ક ખાતાની ચેકબુક જતા તેમને આ અંગે જાણ થઈ હતી. જેને આધારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદને આધારે પોલીસે વેલ ઓર્ગેનાઈઝ્‌ડ ગેંગના મુકેશ એ.ગોંડલીયા, મુકેશ ઉર્ફે દાદા ડી. ગોસ્વામી, ધીરજ ઉર્ફે ધીરુભાઈ કે.પટેલ, કિસ્મતઅલી ઉર્ફે અરમાન એચ.કુરેશી અને કમલેશ જી.જાેશીની ધરપકડ કરી હતી. તપાસમાં આરોપી મુકેશ સામે અસલાલી, ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન,માં બે ગુના, એરપોર્ટ, અડાલજ અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. જ્યારે ધીરજ સામે ગાંધીનગર એલસીબી અને અમદાવાદમાં ૩ ગુના નોંધાયેલા છે. કિસ્મતઅલી સામે ગાંધીનગરમાં એક અને કમલેશ સામે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.

Follow Me:

Related Posts