ભાવનગર

કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી.

આજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું. બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલે આશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર કરવામાં આવી હતી. જે અમદાવાદની અનાથ બાળકોની “આંગન“ સંસ્થાને અર્પણ કરવામાં આવશે.જેમાં સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ ચૌધરીના 1000 ડોલર , જગદીશ ત્રિવેદીના 700 ડોલર , દાનવીર રમણભાઈ ચૌધરીના 500 ડોલર , ભારતમાતા મંદિરના પ્રણેતા અને પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર જેફ લાલના 500 ડોલર મુખ્ય હતા. પ્રમુખ રાકેશભાઈ ચૌધરી, કમિટી મેમ્બર જયેશભાઈ વસાણી તેમજ મંદિરની સમગ્ર ટીમે ખૂબજ જહેમત ઉઠાવી અને સુંદર આયોજન કરેલ હતું. છેલ્લે સૌ પાંઊભાજી, પુલાવ અને છાસનો પ્રસાદ લઈ છુટ્ટા પડ્યા હતા.

Follow Me:

Related Posts