આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં શ્રી સાંદિપની વિદ્યાલય રોયલ માં અભ્યાસ કરતા રોયલ ગામના ગૌપાલક ની દીકરીએ A1 ગ્રેડ સાથે 98.42 PR. મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ માટે શાળા ખૂબ જ પ્રયત્નશીલ છે.આ સાથે શાળાના કુલ 17 બાળકો માંથી 2 બાળકોએ A1 ગ્રેડ 5 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.
શ્રી સાંદિપની વિદ્યાલય -રોયલ માં અભ્યાસ કરતા ગૌપાલક ની દીકરી ધોરણ 10 (ssc) બોર્ડમાં મેળવી ભવ્ય સફળતા

Recent Comments