fbpx
રાષ્ટ્રીય

ઇઝરાયેલે છોડેલા ૯૦ પેલેસ્ટાઇનના નાગરિકો પરત ફરતા ગાઝામાં ઉજવણી

ગાઝામાં તોપના નાળચા શાંત થવાથી પેલેસ્ટાઇનીઓમાં આનંદ છે તો ઇઝરાયેલમાં ત્રણ મહિલા કેદીની મુક્તિ છતાં પણ આ ડીલને લઈને ઘણી શંકા છે. ગાઝાવાસીઓએ સવા વર્ષમાં પહેલી વખત આકાશ આટલું શાંત જાેયું, નહીંતર ઇઝરાયેલના પ્લેનોના વિસ્ફોટોથી સતત હણહણતું જ રહેતું હતું. જાે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેમાં પણ વિપરીત સ્થિતિ વચ્ચે ઉજવણીનું વાતાવરણ તો છે. ઇઝરાયેલના પ્રતિબંધો હટવાની સાથે માનવતાવાદી સહાય લઈને આવેલી ૬૦૦થી વધુ ટ્રકોને અંદર જવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. ત્રણેય છોડવામાં આવેલા ઇઝરાયેલી બંધકની હોસ્પિટલ ચકાસણી કરવામાં આવ્યા પછી હેલિકોપ્ટરમાં ઘરે મોકલી દેવાયા છે. હમાસની કેદમાંથી છૂટેલી બ્રિટિશ ઇઝરાયલી એમિલી ડમરી દક્ષિણ ઇઝરાયેલમાં આઇડીએફ કેમ્પમાં તેની માતાને મળી. હમાસના આતંકવાદીઓની ગોળીઓ વાગતા તેણે તેની બે આંગળી ગુમાવી હતી. જ્યારે ડોરોન સ્ટીનબ્રેચર ૪૭૧ દિવસ સુધી હમાસની કેદમાં રહ્યા પછી પોતાની માને મળી. હમાસની કેદમાથી છૂટેલી રોમી ગેનોન પણ તેની માતાને મળી.

તેને નોવા ફેસ્ટિવલમાં ભાગતી વખતે હમાસના આતકવાદીઓએ પકડી લીધી હતી. બીજી બાજુએ ઇઝરાયેલની કેદમાંથી છૂટેલા ૯૦ પેલેસ્ટાઇની બંદીઓ ગાઝા પહોંચ્યા તો મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યુ. કેટલાક લોકો તો બસોની છત પર ચઢી ગયા અને વિક્ટરી સાઇન બતાવવા લાગ્યા. આ ઉપરાંત આ લોકોના હમાસ અને હીઝબુલ્લાહના ઝંડા પણ હતા. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ પછી આ પહેલી ડીલ હતી. હવે કહેવામાં આવે છે કે ૨૫ તારીખે લોકોને છોડવામાં આવશે. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે એક ઇઝરાયેલી બંધકના બદલામાં નેતન્યાહુની સરકાર ૩૦ પેલેસ્ટાઇનીઓને છોડશે જે તેની જેલોમાં બંધ છે. ઇઝરાયેલે મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને છોડયા છે. ઇઝરાયેલી એકમો પર પથ્થર મારવા, સુરક્ષા દળોને લક્ષ્યાંક બનાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક લોકો પર હત્યાના પ્રયત્ન જેવા કેસ પણ નોંધાયેલા છે. આ લોકોની મુક્તિ અને યુદ્ધવિરામને હમાસ તેના વિજય તરીકે જાેઈ રહ્યું છે. જાે કે આ ડીલના પ્રથમ તબક્કાના ૪૨ દિવસ પછી શું થશે હજી તેની કોઈને ખબર નથી. આ કરારના અંતિમ તબક્કામાં વધુને વધુ બંધકોને છોડવાની, કેદીઓને છોડવાની અને યુદ્ધનો અંત લાવવાની વાત છે. યુદ્ધવિરામ માટે નેતન્યાહુ પર બાઇડેન ઉપરાંત નવા આવેલા ટ્રમ્પ વહીવટીતંત્રએ પણ દબાણ કર્યુ છે.તેની સાથે ઇઝરાયેલને ટ્રમ્પ વતી ખાતરી આપવામાં આવી છે કે ઇઝરાયેલ જરૂર પડે તો હમાસ સામે તેનું યુદ્ધ જારી રાખી શકે છે.

Follow Me:

Related Posts