ઉમરાળા તાલુકા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે ૧૦ લાખ નું દાન અર્પણ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં સેવાકાર્યથી પ્રભાવિત લાઠી (જી.અમરેલી) નાં વતની અને હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા શ્રી કાનજીભાઈ ઝવે૨ભાઈ વિરાણી એ તેમનાં ટ્રસ્ટ જી. સી. ફાઉન્ડેશન – મોરબી દ્વારા હોસ્પિટલમાં ચાલતા તદ્ન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ પુરાનું અનુદાન દર્દી નારાયણ સારવાર અર્થે અર્પણ કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ દાતાશ્રી તરફથી રૂા.૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ પુરાનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે શ્રી કાનજીભાઈ ઝવેરભાઈ વિરાણી તથા તેમનાં પરીવારજનો નો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે જી સી ફાઉન્ડેશન મોરબી દ્વારા ૧૦ લાખ નું દાન અર્પણ કર્યું













Recent Comments