રોયલ્ટી પરમિટ વગરના ડમ્પરો હાઈવે પર દોડતા નજરે ચડી રહ્યાં છે. બનાસકાંઠા હવે રેતી-ખનન માટે જાણીતું બન્યું છે. રોયલ્ટી પરમિટ વગરના ડમ્પરો હાઈવે પર દોડતા નજરે ચડી રહ્યાં છે. બનાસ નદીમાં બેફામ થતી ચોરી અટકાવવા પોલીસ, પ્રશાસન ઘોર નિદ્રામાં જાેવા મળ્યું છે. રાત-દિવસ થતી રેતીની ચોરી અટકાવવા અને ભૂમાફિયાઓનો સપાટો બોલાવવા મહીસાગર પોલીસ હજુ ઘણી પાછળ જાેવા મળી છે.
અગાઉ બનાસકાંઠામાં રેતી ખનન કરતા ૧૦૦થી વધુ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. આ ડમ્પરો અરણીવાડા બનાસ નદીમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. બનાસ નદીમાં રેતી ખનન કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ ડમ્પર માલિકો કાયદેસર રેતી ખનન કરતી ગાડીઓ જપ્ત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હાલમાં ડમ્પરના માલિકો ડમ્પરો છોડાવવા માટે ભુસ્તર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ભુસ્તર વિભાગના અધિકારીઓ ગાડીઓ છોડવા માટે મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભુસ્તર વિભાગે ખોટી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આજે સવારથી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ભુસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. બીજીતરફ ભુસ્તર વિભાગના અધિકારીઓ પોલીસને બોલાવીને ઓફિસ છોડીને જતા રહ્યા હતા. જેને કારણે ડમ્પર માલિકો મોડી રાત સુધી કચેરી આગળ બેસી રહ્યા હતા. કુદરતી સંસાધનનો ચોરી થતી ક્યારે અટકશે, વગેરે પ્રશ્નો સતત ઊભા થયા છે.



















Recent Comments