ગુજરાત

2 નવેમ્બરથી શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, પોલીસ-ફોરેસ્ટ જવાન તૈનાત, એક્સ્ટ્રા બસો દોડાવાશે

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા શરુ થશે. યાત્રામાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે સુરક્ષા અને સેવાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ-ફોરેસ્ટ જવાન તૈનાત કરાશે. જેને લઈને કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે માટે પૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવવાના છે, ત્યારે એસટી વિભાગ દ્વારા 250 વધારાની બસ મુકવામાં આવશે. જ્યારે એસટી બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી જવા માટે 60 મિની બસ મુકાશે.

Related Posts