ગુજરાત

લોકો ના કામો ને પ્રયોરિટી આપો. મુખ્યમંત્રી નો હદયોદ્દગાર વહીવટી તંત્ર માં પ્રાણ પૂરતી સલાહ

ગાંધીનગર ખાતે તાજેતર માં રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્ય મંત્રી એ કર્મચારી વચ્ચે ની કાર્ય શિબિર માં હદયોદ્દગાર સંદેશ આપ્યો અતિ અસરકારક અને સમયોચિત છે લોકો ની સમસ્યા થી સંપૂર્ણ વાકેફ મુખ્ય મંત્રી એ માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે આમ સામાન્ય અરજદાર નાગરિકો ના કામ ને ફાસ્ટ પ્રાયોરિટી થી ઉકેલો તો આ સામાન્ય અરજદાર કેટલો રાજી થાય ? અને તેને ટલ્લે ચલાવી ધક્કા ખવરાવો તો કેટલો નારાજ થાય ? આવું તમારી સાથે કોઈ કરે તો ? વધુ આક્રમક બનો કે નહીં ? કેમ કે તેમે એવું વિચારો કે અમે તો ગવર્મેન્ટ માં છીએ તેમ છતાં અમારું કામ ન થાય ? તો વિચારો સામાન્ય નાગરિક નું શુ થતું હશે ? આ માટે રાજ્ય સેવકો ને શીખ આપતો હદય સ્પર્શી સંદેશ આપ્યો હતો આ હદયોદ્દગાર સંદેશ સોશિયલ મીડિયા માં વાયરલ તો થયો પણ સૌથી વધુ લોકપ્રિય પણ બની રહો છે રાજ્ય ના મુખ્ય મંત્રી આવી કક્ષા ઍથી આટલો હદયોદ્દગાર  સંદેશ આપ્યો છતાં પણ તેની તંત્ર માં અસર કેમ નહિ ? આમ સામાન્ય સમાજ માં પરિવર્તન માટે પ્રત્યન થતા હોવા છતાં તે સફળ કેમ નથી તેનું કારણ કે ધરમૂળ માંથી સામાજિક પરિવર્તન કરવા નો પ્રારંભ આપણી જાતે  જ થઈ શકે સમાજ પરિવર્તન માટે મેદાને પડે એણે સોથી પહેલાં પોતા નું પરિવર્તન કરવું પડે જો વહીવટી તંત્ર માં નાગરિક અધિકાર પત્ર થી નિર્દેષ્ટ કામો સમય મર્યાદા માં નિપુણ રીતે કરાય તો અડધો અડધ પ્રશ્નો ઉકેલાય છે નાના ગરીબ પછાત પરિવારો ના કામો પણ નાના નાના જ હોય આધાર કાર્ડ સુધારો રેશન કાર્ડ નામ કમી ઉમેરવા જાતિ આવક ના પ્રમાણ પત્ર આવા કામો ટલ્લે ચડે પ્રિન્ટ મિસ્ટિક જેવા મામુલી કામો માં કવેરી સોગંદનામું જેવી બાબતો ઉભી કરી ક્ષતિ નિવારવા ના બદલે વધુ જટિલ બનાવાય છે સરળીકરણ માટે મુખ્ય મંત્રી નો હદયોદ્દગાર આચરણ યોગ્ય છે સુધરી જાવ 

Follow Me:

Related Posts