ગ્લેમરસ સાધ્વીએ પ્રેમને વશમાં કરવાનો મંત્ર જણાવ્યો, ૧૧ દિવસમાં કામ ન થાય તો.

મહાકુંભના પહેલા દિવસે પોષ પૂનમે સાધ્વીના વેશમાં એક મહિલાની તસવીરોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. વાયરલ તસવીરો અને વીડિયોમાં તેમને સૌથી સુંદર અને ગ્લેમરસ સાધ્વી ગણાવવામાં આવ્યા. જાેકે બાદમાં તેણે કહ્યું કે ‘હું કોઈ સાધ્વી નથી, હજુ તો સનાતનને જાણી રહી છું.’ હર્ષા રિછારિયા નામની આ મહિલાની નામથી બનેલી ઈન્સ્ટાગ્રામ આઈડી પર તેમની ઘણી રીલ્સ છે જે તેમના નવા રૂપના સામે આવ્યા બાદથી વધુ ચર્ચામાં છે. આમાંથી એક વીડિયો આવો જ છે. જેમાં તે માથા પર ચંદનનો ચાંદલો લગાવેલા અને ગળામાં સ્ફટિકની માળા પહેરેલા બેઠા છે અને પોતાના ફોલોઅર્સને કંઈક જણાવી રહ્યાં છે. વીડિયોમાં હર્ષા કહે છે, ‘હર હર મહાદેવ, જય શ્રી રામ. ઘણા લોકો મને મેસેજ કરી રહ્યાં છે કે દીદી અમને અમારા પ્રેમ વશમાં કરવો છે જેથી તે અમારી સાથે લગ્ન કરી લે અને ક્યારેય દૂર ન જાય.
તો આજે હું તમને એવો મંત્ર જણાવવાની છું જેનાથી તમે તમારા જીવનમાં પોતાનો પ્રેમ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડને વશમાં કરી શકો છો. જે તમને ક્યારેય છોડીને જશે નહીં. તમારી દરેક વાત માનશે. અને તે મંત્ર છે- ? ફટ્ સ્વાહા. આ મંત્રનો તમારે દરરોજ ૧૦૦૮ વખત જાપ કરવાનો છે અને આગામી ૧૧ દિવસ સુધી કરવાનો છે. જાે બારમાં દિવસ સુધી તમને કોઈ પરિણામ ન મળ્યું તો પાછી કમેન્ટ કરજાે, નવો મંત્ર જણાવીશ. હું પોતે શોધી રહી છું.’ આ રીતે ખબર પડે છે કે આ એક ફની રીલ છે અને આવો કોઈ મંત્ર નથી પરંતુ હર્ષા માત્ર મજેદાર રીલ બનાવી રહ્યાં હતાં. એક વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે ‘હું એક્ટિંગને છોડીને શાંતિની શોધમાં આ માર્ગ પર ચાલી રહી છું અને હજુ સનાતનને સમજી રહું છું. હું ૩૦ વર્ષની છું. ઉત્તરાખંડથી આવી છું અને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા છું.’ તાજેતરની તસવીરો સિવાય તેમની જૂની ગ્લેમરસ તસવીરો ખૂબ વાયરલ છે જેમાં તેમનો મોર્ડન અવતાર છે. હર્ષા રિછારિયા નિરંજની અખાડાના શિષ્યા છે. તેમનો જન્મ યુપીના ઝાંસીમાં થયો બાદમાં તે એમપીના ભોપાલમાં શિફ્ટ થઈ ગયા. માતા-પિતા અત્યારે ભોપાલમાં જ રહે છે. હર્ષાએ ઘણા સમય સુધી મુંબઈ અને દિલ્હી વગેરે શહેરોમાં રહીને કામ કર્યું. બાદમાં તેમનું મન અધ્યાત્મ તરફ વળી ગયુ. ઘણા સમયથી તે ઉત્તરાખંડમાં રહીને સાધના કરી રહ્યાં છે.
Recent Comments