૨૦૨૫માં જણાવ્યું હતું કે રાજ્યમાં ૧.૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે જેના કારણે ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં ૧.૨ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશેઃ ગૌતમ અદાણી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ઉદ્ઘાટન પ્રસંગે દેશના ટોચના ઔદ્યોગિક જૂથોના ૩૦૦ થી વધુ ચેરમેન, એમડી અને સીઈઓ ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ગૌતમ અદાણી)પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા એક ખૂબ મોટી જાહેરાત કરી છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ૨૦૨૫માં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧.૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં ૧.૨ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, એરપોર્ટ પ્રોજેક્ટ અને કોલસા-ગેસિફિકેશન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રહ્યું છે જેમાં રૂ. ૧,૦૦,૦૦૦ કરોડનું વધારાનું રોકાણ થશે.
ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આજે, મને પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ-મીટર અને થર્મલ પાવર ક્ષેત્રોમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણોની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ બહુ-ક્ષેત્રીય રોકાણ ૨૦૩૦ સુધીમાં મધ્યપ્રદેશમાં ૧,૨૦,૦૦૦ થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે પહેલા જ એમપીમાં ઉર્જા, માળખાગત સુવિધા, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને કૃષિ-વ્યવસાયમાં ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યુ છે. ૨૫૦૦૦થી વધુ નોકરીઓનું સર્જન થયું છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, નવા રોકાણો ભારતના આર્ત્મનિભરતા અને નવીનતાના વિઝનને અનુરૂપ રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
Recent Comments