ભારતીય વાયુસેના દ્વારા અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીરવાયુ અને પુરૂષો માટે એરમેનની જગ્યાઓ
માટે જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે.
અગ્નિવીર વાયુની ભરતી માટે ઉમેદવારની જન્મ તારીખ તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૦૧/૦૭/૨૦૦૯ અને
એરમેનની ભરતી માટે મેડીકલ આસીસટન્ટ ટ્રેડ(૧૦+૨) માટે તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૦૧/૦૧/૨૦૧૦ તેમજ
મેડીકલ આસીસટન્ટ ટ્રેડ(ડિપ્લોમા/બી.એસ.સી. ફાર્મસી) માટે અવિવાહિત પુરુષો માટે તા.૦૧/૦૧/૨૦૦૩ થી
તા.૦૧/૦૧/૨૦૦૮ અને વિવાહિત પુરુષો માટે તા.૦૧/૦૧/૨૦૦૩ થી તા.૦૧/૦૧/૨૦૦૬ વચ્ચે હોવી જોઈએ.
ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૦૧/૦૨/૨૦૨૬ રહેશે. લઘુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. હોવી જરૂરી.
પરીક્ષા ફી રૂ.૫૫૦/- છે. ઓનલાઈન પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૬ થી શરૂ થશે.
ઓનલાઈન અરજી, શૈક્ષણીક લાયકાત, પરીક્ષા પધ્ધતિ અને પગારધોરણ જેવી અન્ય તમામ માહિતી માટે
ઓફીશ્યલ વેબસાઈટ: https://iafrecruitment.edcil.co.in ની મુલાકાત લેવી.તેમ જિલ્લા રોજગાર કચેરી, ભાવનગરની
અખબારી યાદીમાં જણાવ્યું છે.
અગ્નિવીર વાયુ અને એરમેન બનવાની સુવર્ણ તક, અગ્નિવીર વાયુ અને એરમેન ભરતી માટે ૧ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે


















Recent Comments