વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી, જૂનથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન યોજાશે
ભગવાન શિવ ના ભક્તો માટે ખૂબ મોટા અને સારા સમાચાર આવ્યા છે, પાંચ વર્ષના લાંબા સમયના અંતર પછી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી છે. યાત્રિકો રંંॅ://ાદ્બઅ.ર્ખ્તદૃ.ૈહ પર જઇને અરજીઓ કરી શકે છે. વિદેશ મંત્રાલયે આ યાત્રા માટે દ્વાર ખોલ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન આ વર્ષે જૂનથી ઓગષ્ટ મહિનાની વચ્ચે કરવામાં આવશે. આ યાત્રામાં ૭૫૦ જેટલા યાત્રીઓ જ પવિત્ર સ્થળે જઇ શકશે.
આ વર્ષે પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉત્તરાખંડ રાજ્યથી ૫ બેચ (દરેકમાં ૫૦ યાત્રાળુઓ) લિપુલેખ પાસ થઈને મુસાફરી કરશે અને ૧૦ બેચ (દરેક ૫૦ યાત્રાળુઓ) સિક્કિમ રાજ્યથી નાથુ લા પાસ થઈને યાત્રા કરશે. યાત્રાળુઓની પસંદગી વિદેશ મંત્રાલય દ્વારા એક ન્યાયી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને તેમને અલગ અલગ રૂટ અને બેચ ફાળવવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રક્રિયા દ્વારા મુસાફરોને ફાળવવામાં આવેલ રૂટ અને બેચ સામાન્ય રીતે બદલાશે નહીં. જાેકે, જાે જરૂરી જણાશે તો પસંદ કરેલા યાત્રાળુઓ બેચમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. આ ફેરફાર ફક્ત ત્યારે જ થઈ શકે છે જાે ખાલી જગ્યા ઉપલબ્ધ હોય. આ બાબતે મંત્રાલયનો ર્નિણય અંતિમ રહેશે.
Recent Comments