પવિત્ર અમરનાથ ગુફાના દર્શનાર્થે આવતા ભક્તો માટે સારા સમાચાર

જમ્મુ-કાશ્મીર સરકારે બાલતાલથી અમરનાથ ગુફા સુધીના ૧૧.૬૦ કિલોમીટર લાંબા રોપવેના વિકાસ માટે ટેન્ડરો મંગાવ્યા
જમ્મુ-કાશ્મીરમાં બિરાજમાન પવિત્ર તીર્થ સ્થાન અમરનાથ આવતા ભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા બાલતાલથી અમરનાથ ગુફા સુધીના ૧૧.૬૦ કિલોમીટર લાંબા રોપવેના વિકાસ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડરો (બિડ) મંગાવવામાં આવ્યા છે. રોપ-વેની મદદથી, તે વાર્ષિક યાત્રા દરમિયાન ભક્તોની અવરજવરને સરળ બનાવવામાં મદદ કરશે.
આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલશે. ૯મી ઓગસ્ટે બાબા બર્ફાનીની પૂજા બાદ યાત્રાનું સમાપન થશે. આ દરમિયાન દેશ અને દુનિયામાંથી લાખો શિવભક્તો બાબાના દરબારમાં પહોંચશે અને બાબાના ચમત્કારોના સાક્ષી બનશે.
આ મામલે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન અને પર્યટન પ્રધાન ઓમર અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના નેતા સજ્જાદ શાહીનના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, “નૅશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (દ્ગૐછૈં) અને જમ્મુ અને કાશ્મીર સરકાર વચ્ચે ૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ પર્વતમાલા યોજના હેઠળ રોપ-વે પ્રોજેક્ટ્સ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અમરનાથ ગુફાઓ તરફ.” “બિડ આમંત્રિત કરવામાં આવ્યા છે.”
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યમાં ચાલી રહેલા અન્ય રોપવે પ્રોજેક્ટની વિગતો પણ આપી હતી. મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યના વિકાસ માટે ૫૨ રોપવે પ્રોજેક્ટ્સની યાદી સરકાર દ્વારા શેર કરવામાં આવી હતી. તેમાં શંકરાચાર્ય મંદિર (શ્રીનગર) – ૧.૦૫ કિમી, ભાદરવાહથી સિઓઝાધર (ડોડા) – ૮.૮૦ કિમી, સોનમર્ગથી થાજીવાસ ગ્લેશિયર – ૧.૬૦ કિમી જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે રિયાસી જિલ્લામાં શિવખોરી મંદિર માટે ૨.૧૨ કિલોમીટરના રોપવે પ્રોજેક્ટનું ટેન્ડર કોર્ટમાં પેન્ડિંગ કેસને કારણે રદ કરવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આ રોપ-વે પ્રોજેક્ટથી યાત્રાળુઓ અને પ્રવાસીઓને રાહત મળશે.
Recent Comments