ગુજરાત

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ

ગુજરાત સરકારના ક્લાસ 3-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ક્લાસ 3-4ના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપવામાં આવતા વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ અંગે નાણાં વિભાગ પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે.

નાણાં વિભાગના પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના ક્લાસ 3-4ના ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે ચૂકવવામાં આવતા ચાર્જ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સેમ કેડરના ચાર્જ માટે 5 ટકા અને સિનિયર લેવલના વધારાના ચાર્જની સોંપણી પર 10 ટકા ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર રહેશે.  સરકારી કર્મચારીઓના વધારાના કાર્યની સોંપણી સામે ચાર્જ એલાઉન્સમાં વધારો કરવા મામલે ધી ગુજરાત સચિવાયલ સ્ટાફ એસોસિયેશન દ્વારા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવતી હતી. આમ હવે આ મામલે નાણાં વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં હવે 20 ઓક્ટોબર, 2015ના ઠરાવ અંતર્ગત લાગુ થતાં ફિક્સ પગારના કર્મચારીઓને તેનો લાભ મળશે.

Related Posts